GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-માળીયા હાઇવે ઉપર પાનની દુકાનમાં નશાયુક્ત મેફેડ્રોન પાવડર જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબી-માળીયા હાઇવે ઉપર પાનની દુકાનમાં નશાયુક્ત મેફેડ્રોન પાવડર જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

 

મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મો૨બી-માળીયા હાઈવે ઉ૫૨ આવેલ ધ ફન હોટલની બાજુમાં ડીલક્ષ પાનની દુકાનમાંથી મેફેડ્રોન પાવડ૨ના જથ્થા સાથે એક ઈસમને પકડી લઈ તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ અધીક્ષકની સુચના અન્વયે એસ.ઓ.જી. પીઆઇ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ વેચાણ ક૨તા ઇસમો વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી ક૨વા જણાવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે નવઘણભાઈ કિશોરભાઈ છીપરીયા માળીયા-મોરબી હાઇવે ધ ફર્ન હોટલની સામે હોટેલ ફન ઇમ્પીરીયલની બાજુમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની ડીલક્ષ પાનની દુકાનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે ઉપરોક્ત સ્થળે રેઈડ કરતા આરોપી નવઘણભાઈ કિશોરભાઈ છીપરીયા રહે. હાલ-કુબે૨નાથ સોસાયટી ત્રિલોકધામ પાસે મોરબી મુળરહે. જાળીવાળા કુવા પાસે ખળખળનગર નવાગામ ઘેડ જામનગર વાળો ૧૪ ગ્રામ મેફેડ્રોન પાવડ૨ કિ.રૂ. ૪૨,૦૦૦/-, મેફેડ્રોન પાવડ૨નુ વેચાણ કરી મેળવેલ રોકડ રૂપીયા ૨૯,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૩૦,૦૦૦/- સહિત કુલ કિ.રૂ. ૧,૦૧,૬૦૦ /-ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની અટક કરી આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!