Rajkot: રાજકોટ જિલ્લાના નશામુક્તિ અભિયાન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઇ

તા.૨૧/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત સરકારના ‘નશામુક્ત ભારત અભિયાન’ના અમલીકરણ અંગેની રાજકોટની જિલ્લા સ્તરની નશામુક્ત અભિયાન સમિતિની બેઠક કલેકટરશ્રી પ્રભવ જોશીના અઘ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ રાજકોટ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત વધુને વધુ વિદ્યાર્થીઓ અને લોકોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત મીડિયામાં નશાથી થતા નુકશાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે સંદર્ભે સંદેશો ફેલાવવા પર ભાર મુકયો હતો.
આ મિટિંગમાં ‘‘નશામુક્તિ અભિયાન હેઠળ કરાયેલ કામગીરીની જાણકારી આપતા જિલ્લા સમાજ સુરક્ષાના પ્રોબેશન અધિકારીશ્રી મિલનભાઈ પંડિતે રાજકોટમાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વર્તમાન વર્ષ દરમ્યાન કરાયેલી વિવિધ કામગીરી અંગે માહિતી આપી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ સહિતના અધિકારીઓ, રોટરી ક્લબ સહિતની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




