GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Halvad:હળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પૂર્વ બાતમીને આધારે સંતોષભાઈ કોળીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૩૩ બોટલ કિ.રૂ.૮,૫૫૦/- તથા ૧૮ લીટર દેશી દારૂ કિ.રૂ.૩,૬૦૦/- એમ કુલ ૧૨,૧૫૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી સંતોષભાઈ રાજુભાઇ કોળી રહે. મોતીનગર જુના દેવળીયા તા.હળવદ વાળો સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.