GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રહેણાંક મકાનમાં વિદેશી દારૂના જથ્થો ઝડપાયો

 

 

MORBI:મોરબી રહેણાંક મકાનમાં વિદેશી દારૂના જથ્થો ઝડપાયો

 

​મોરબી: શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે કાર્યરત મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના એક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોના નામ ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



​મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીને આધારે શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-૧૫૬ માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી વેચાણ કરવાના ઈરાદે છુપાવેલી વિદેશી દારૂની કુલ ૧૦૪ બોટલ મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી રૂપિયા ૨,૮૯,૮૧૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે મકાનનો કબ્જો ધરાવતા આરોપી ઉદયરાજસીંહ ભુપતસિંહ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અન્ય બે શખ્સો સામે ગુન્હો દાખલ ​પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂના નેટવર્કમાં અન્ય બે શખ્સોની સંડોવણી પણ બહાર આવી છે: ૧. ધર્મેન્દ્રભાઇ રોહિતભાઈ દેવાયતકા (રહે. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી) ૨. સિધ્ધરાજ સિંહ જયદેવસિંહ જાડેજા (રહે. શક્ત શનાળા, મોરબી) પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!