MORBI:મોરબીમાં બે અલગ-અલગ દરોડામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીમાં બે અલગ-અલગ દરોડામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બે રહેણાંક મકાનોમાં દરોડા પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
૧. ત્રાજપર ખારીમાં દરોડો: ૪૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો પ્રથમ કાર્યવાહીમાં, પોલીસને બાતમી મળી હતી કે ત્રાજપર ખારી વિસ્તારમાં એક શખ્સ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરાના મકાનમાંથી:
વિદેશી દારૂની બોટલ: ૪૮ (કિંમત રૂ. ૧૬,૩૨૦) મોબાઈલ ફોન: ૦૧ (કિંમત રૂ. ૫,૦૦૦) કુલ મુદ્દામાલ: રૂ. ૨૧,૩૨૦
પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
૨. શાંતિવન સોસાયટીમાં રેઇડ: ૧૮૩ બોટલ દારૂ જપ્ત
બીજી એક કાર્યવાહીમાં, પોલીસે શોભેશ્વર રોડ પર આવેલી શાંતિવન સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. અહીં રહેતા આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખમાણીના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની નાની-મોટી ૧૮૩ બોટલ (કિંમત રૂ. ૧૪,૬૪૦) મળી આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









