MORBI:મોરબીના રવાપર રોડ પર ઓડી કારની ટક્કરે રીક્ષા ચાલક અને બાઈક ચાલકનું મોત.: કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

MORBI:મોરબીના રવાપર રોડ પર ઓડી કારની ટક્કરે રીક્ષા ચાલક અને બાઈક ચાલકનું મોત.: કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો
મોરબીના લીલાપર ગામથી રવાપર કેનાલ રોડ ઉપર તુલસી-શ્યામ એપાર્ટમેન્ટની સામે ગંભીર માર્ગ અકસ્માતમાં બે નિર્દોષ માનવીના જીવ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મૃત્યુ પામનારા રીક્ષા ચાલકના પત્ની મેરુબેન કુરબાનભાઈ સુરાણી ઉવ.૪૦ રહે. દાઉદી પ્લોટ-૩ ઈ-૧ એપાર્ટમેન્ટ-૫૦૨ રવાપર રોડ મોરબી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઓડી કાર રજી.નં. જીજે-૦૧-કેઝેડ-૬૮૨૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ગઇ તા. ૦૩/૧૨/૨૦૨૫ના રોજ ફરિયાદીના પતિ કુરબાનભાઈ પીરભાઈ સુરાણી ઉવ.૫૫ પોતાની રીક્ષા નં. જીજે-૩૬-ડબલ્યુ-૦૭૩૦ લઈને નીકળ્યા હતા. તે દરમિયાન બપોરના સમયે રવાપર કેનાલ રોડ ઉપર, તુલશી શ્યામ એપાર્ટમેન્ટ સામે તેમની રીક્ષા અને એક મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ડીક્યુ-૨૩૨૧ને ઉપરોક્ત ઓડી કારના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડ અને બેદરકારી રીતે ચલાવી બન્ને વાહનને હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જી પોતાની ઓડી કાર મૂકીને ચાલક નાસી ગયો હતો. અકસ્માત બાદ રીક્ષાના ચાલક કુરબાનભાઈ અને મોટર સાયકલ ચાલક મહાદેવભાઈ રણછોડભાઈ મારવણીયા રહે. નવાગામ તા.જી.મોરબી વાળાને ગંભીર ઈજા પહોંચતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં મોરબી બાદ રાજકોટ ખાતે સારવારમાં દાખલ કર્યા હોય જ્યાં ચાલુ સારવારમાં બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે આરોપી ઓડી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






