વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ આગામી તા. 9 થી 12 માર્ચ દરમિયાન યોજાનારા ડાંગ દરબાર 2025નાં મેળાની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.આહવા ટાઉન વિસ્તારમાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને જિલ્લાના અન્ય અધિકારીઓ/કર્મચારીઓએ સાથે મળીને આ પેટ્રોલિંગ કર્યું હતુ.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટિલ, આહવા પોલીસ મથકનાં પી.આઈ.એ.ડી.સુથાર,પી.એસ. આઈ.કે.જે.ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓએ ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ ડાંગ દરબારના મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવાનો હતો. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આહવા ટાઉન વિસ્તારના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.તેમજ મેળો જે સ્થળ પર યોજાય છે તે સ્થળનું પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પોલીસે મેળા દરમિયાન કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા માટે લોકોને અપીલ કરી હતી.ડાંગ દરબાર 2025 ના મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવાની અપેક્ષા છે. આ મેળા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે..