GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મકનસર ગામે પાણીના ટાંકા પાસે યુવાનની હત્યા કરનાર ટ્રેક્ટર ચાલક ઝડપાયો
MORBI:મોરબીના મકનસર ગામે પાણીના ટાંકા પાસે યુવાનની હત્યા કરનાર ટ્રેક્ટર ચાલક ઝડપાયો
નવા મકનસર ગામે રહેતા ગંગારામભાઈ મકવાણાએ તા. ૧૭ ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ગોરધનભાઈ અને ફરિયાદીનો દીકરો પ્રકાશ તેમજ બે અજાણ્યા માણસો આરોપી ગોરધનભાઈના ટ્રેક્ટરમાં બેઠા હોય ત્યારે ગોરધનભાઈ સાથેના બે માણસોએ ફરિયાદીના દીકરા પ્રકાશને ટ્રેક્ટર ઉપરથી ફેંકી દીધો તેમજ ગોરધનભાઈએ પ્રકાશ પર ટ્રેક્ટર ચડાવી ગંભીર ઈજા પહોંચાડી હતી અને સારવાર દરમિયાન પ્રકાશ મકવાણાનું મોત થયું હતું
જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ગોરધન સોમાભાઈ મગવાણીયા રહે પ્રેમજીનગર તા. મોરબી અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી ગોરધન મગવાણીયાને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપતા આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે