GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉમિયા નગરમાં મકાન ખાલી કરાવવા મુદ્દે હોબાળો: દંપતી અને વૃદ્ધા પર મહિલાનો હુમલો

MORBI:મોરબીના ઉમિયા નગરમાં મકાન ખાલી કરાવવા મુદ્દે હોબાળો: દંપતી અને વૃદ્ધા પર મહિલાનો હુમલો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સીરામીક સીટી નજીક ઉમિયા નગર હનુમાન મંદિર પાસે શેરીમાં મકાન ખાલી કરાવવા બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ મામલે એક મહિલાએ દંપતી તેમજ વચ્ચે પડેલા વૃદ્ધા પર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ઘટના સામે આવી છે, જે અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ, ઉમીયાનગરમાં રહેતા ૫૯ વર્ષીય અમરતબેન રામજીભાઈ વાઘેલાએ આરોપી ગીતાબેન રાજપૂત (રહે. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર, આરોપી ગીતાબેન સ્થાનિક રહીશ જીગ્નેશભાઈ સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન જીગ્નેશભાઈના પત્ની દીપાબેન વચ્ચે પડીને બચાવવા જતાં આરોપી ગીતાબેને તેમની સાથે ઝપાઝપી કરી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી.

આ ઝઘડો જોઈને અમરતબેન વાઘેલા પણ વચ્ચે પડ્યા હતા. જેથી ઉશ્કેરાયેલી આરોપી મહિલાએ તેમની સાથે પણ ગાળાગાળી કરી, જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.

આ બનાવ અંગે અમરતબેન વાઘેલાની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ગીતાબેન સામે એટ્રોસિટી અને મારપીટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!