MORBI:મોરબી લાકડીયા – અમદાવાદ ટ્રાન્સમીશન લાઈનનુ કામ તાત્કાલિક અટકાવવા કોંગ્રેસની CMને લેખિતમાં રજુઆત
MORBI:મોરબી લાકડીયા – અમદાવાદ ટ્રાન્સમીશન લાઈનનુ કામ તાત્કાલિક અટકાવવા કોંગ્રેસની CMને લેખિતમાં રજુઆત
સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. ને ૭૯૫ કે.વી. લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મોરબી જીલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ખેડુતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડુતોને સાંભળ્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે. જે લાઇનનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અને જો આ કામ ત્રણ દિવસમાં અટકાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની મોરબી જીલ્લા કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ગંભીર છે. આવી પરિસ્થિતિમાં ડ્રગ્સ, દારૂ, કેફીપદાર્થો, ખનીજ ચોરી, વ્યાજખોરી, મર્ડર માત્રને માત્ર સામાન્ય બની ગયેલ છે. સામાન્ય જનતા તથા ખેડુતો ઉપર ખુલ્લેઆમ અન્યાય-અત્યાચાર થઈ રહ્યો છે. તેવામાં પોલીસ તંત્ર લુખ્ખા તત્વો તથા ઉદ્યોગકારોને છાવરી રહ્યું છે. ખેડુતોની કાળજા સમાન જમીનો ઉપર પ્રાઈવેટ કંપનીઓના હક્કના કારણે ખેડુતો ન્યાય માટે વલખા મારી રહ્યા છે.
તેમજ સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. ને ૭૯૫ કે.વી. લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મોરબી જીલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ખેડુતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડુતોને સાંભળ્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. દ્વારા કોઈ પણ પ્રકારનું યોગ્ય વળતર ચુંકવ્યા વિના કરવામાં આવી રહેલ કામમાં ખેડુતો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો છે.જેથી ખેડુતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામ તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે અને જો આ કામ તાત્કાલીક ધોરણે ત્રણ દિવસમાં અટકાવવામાં નહીં આવે તો મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસ આગેવાનો દ્વારા ખેડુતોને સાથે રાખી ઉચ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.