
હળવદ તાલુકાના કવાડિયા ગામે યુવકની પત્ની બે મહિનાથી રીસામણે હોય અને પત્ની દ્વારા કવાડિયા આવવાની ના પાડેલ હોય જેથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા વિરમભાઈ ઉર્ફે હક્કો ધનજીભાઈ કોપાણીયા (ઉ.વ.૩૦) નામના યુવકની પત્ની છેલ્લા બે મહિનાથી રિસામણે હોય ત્યારથી યુવક ગુમસૂમ રહેતો હતો અને જ્યાં સુધી સરખો કામ ધંધો નહીં કરે ત્યાં સુધી યુવકની પત્નીએ કવાડિયા આવવાની ના પાડેલ હોય જેથી કંટાળીને યુવકે વાડીએ ઝાડની ડાળ સાથે દોરડું બાંધીને પોતાની મેળે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકો પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.







