કાલોલમાં વરસાદી પાણી ઇન્દિરા નગરના ઘરોમાં ઘૂસ્યા:તંત્રની નિષ્ક્રિયતાના પરિણામે લોકો ઘર છોડવા મજબૂર.

તારીખ ૨૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં છેલ્લા ચારથી પાંચ દિવસ સુધી અવિરત વરસાદને કારણે તળાવ વિસ્તારના ઇન્દિરા વસાહતમાં રહેતા લોકોના મકાનોમાં પાણી ઘૂસ્યા હતા અને આ વસાહતના મકાનોમાં પાણી ઘૂસવા ને કારણે લોકોના ઘરમાં રહેલ ઘરવખરી સહિત અનાજ પાણીને લીધે ઘરવખરી પલળી ગયા છે ત્યારે આ વસાહતના મકાનોમાં હજારો લોકો વસવાટ કરે છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતાના પરિણામે ઇન્દિરા નગર તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ચાલી આવી છે પરંતુ તેનું કાયમી કોઈ ઈલાજ કરાતું નથી જે સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ વરસતા લોકોના મકાનો માં પાણી ઘુસી જતા વસાહતના લોકોને માથે હાથ મૂકી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને ધીરેધીરે ઇન્દિરા નગર વસાહતના લોકો પોતપોતાના મકાનો છોડવા મજબૂર બની બહાર નીકળી રહ્યા છે તેમનું કહેવું છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ બ્યુટી ફિકેશન ના નામે વાપરવામાં આવે છે જો આ ગ્રાન્ટ વસાહત પાણી બહાર કાઢવા માટે કરવામાં આવે તો લોકોને રાહત થાય દર ચોમાસાની ઋતુમાં આ ઇન્દિરા વસાહતમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકો ઘરબાર વગરના થઈ જાય છે અને વરસતા વરસાદમાં પોતાનું ઘર છોડી બહાર નીકળી જવું પડે છે અને તેમની જાનનું તો રક્ષણ થઈ જાય છે પરંતુ ઘરવખરી સહિત માલ સામાન અનાજ વગેરે પાણીમાં પલળી જવાથી મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ બાબતે નગરપાલિકા કોઈ કાયમી ઉકેલ કરે તેવી વસાહતના લોકોની માંગ છે.






