GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બેલા ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નિપજ્યું

MORBI:મોરબીના બેલા ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નિપજ્યું
મોરબી તાલુકાના બેલા ગામના તળાવમાં ડૂબી જવાથી ૩૮ વર્ષીય યુવકનું મોત થયું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઈ વરાણીયા ઉવ.૩૮ ગત તા.૦૮/૧૨ના રોજ બેલા ગામના તળાવમાં ડૂબી જતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે મૃતકની ડેડબોડી અશોકભાઈ મોબાઇલ નં. ૯૮૨૫૩ ૭૬૫૨૭ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસમાં જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.






