GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ‘એક પેડ માઁ કે નામ’: રાજકોટમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા વૃક્ષારોપણ

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રાજકોટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સ્પોર્ટ્સ સંકુલ ખાતે તેમજ કચેરી હસ્તકની ઈન સ્કૂલોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં કચેરીના સ્ટાફ તેમજ છાત્રોએ વૃક્ષો વાવીને દેશને તેના ઉછેર-જતનની પ્રતિબદ્ધતા દાખવી હતી.




