ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ,રતનપુર , ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના પોકળ
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ,રતનપુર , ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના પોકળ
ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે હજારો માઈ ભક્તો ખેડબ્રહ્માથી માં અંબાના દર્શન કરી અને અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સેબલિયા, રતનપુર, ચાંગોદ, ખેરોજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગંદકીના થર જોવા મળે છે ત્યારે એક તરફ યાત્રીઓ નો અવીરત પ્રવાહ અને બીજી તરફ વરસાદની ઋતુ માં આવીરત વરસદ નો પ્રવાહ સાથે ગંદકીના થર જામ્યા છે આવતા જતા પદયાત્રી ઓને મોઢા ઉપર રૂમાલ રાખી ચાલવા મજબૂર થયા છે ત્યારે લાગતા વળગતું તંત્ર તથા ગ્રામ પંચાયતો કુંભકરણ નિંદ્રામાં સુતુ હોય તેવું દેખાય રહ્યું છે
ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે આવા કુંભકરણ નિંદ્રામાં સુઈ રહેલ ગ્રામ પંચાયતના અધિકારીઓ જાગેશે ખરા?