MORBI:મોરબી ચેક રિટર્ન કેસમાં લેણું સાબિતન થતાં આરોપીનો નિદોર્ષ છુટકારો

MORBI મોરબી ચેક રિટર્ન કેસમાં લેણું સાબિતન થતાં આરોપીનો નિદોર્ષ છુટકારો
મોરબીની અદાલતે ચેક રિટર્ન વળતા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી પક્ષના જાણીતા યુવા વકીલ શ્રી પ્રદિપ કે. કાટીયાની કાયદાકીય દલીલો અને રજૂ રાખેલા પુરાવાઓને માન્ય રાખીને કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.
મોરબીના રહેવાસી સંદિપ ચંદુલાલ મારવાણીયાએ દિનેશભાઈ પ્રભુભાઈ રાજપરાને હાથ ઉછીની રકમ આપી હોવાનો દાવો કર્યો હતો. આ રકમના બદલામાં મેળવેલો ચેક સંદિપભાઈએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા તે પરત (બાઉન્સ) ફર્યો હતો. આ અંગે ફરિયાદી સંદિપભાઈએ આરોપી દિનેશભાઈ સામે મોરબીની અદાલતમાં ફોજદારી કેસ નં. ૨૮૭૬/૨૦૨૦ હેઠળ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં આરોપી દિનેશભાઈ રાજપરા વતી મોરબીના જાણીતા યુવા એડવોકેટ શ્રી પ્રદિપ કે. કાટીયા રોકાયા હતા. તેમણે કોર્ટ સમક્ષ કાયદાના દાયરામાં રહીને મજબૂત બચાવ રજૂ કર્યો હતો કે:આરોપીએ ફરિયાદીને પેઢીના નામનો કોઈ ચેક લખી આપ્યો ન હતો.આરોપી દ્વારા માત્ર સિક્યોરિટી (સલામતી) પેટે કોરો ચેક આપવામાં આવ્યો હતો, જેનો ફરિયાદી સંદિપભાઈએ દુરુપયોગ કર્યો હતો.વ્યક્તિગત વ્યવહાર પેટે આપેલો ચેક હોવા છતાં ફરિયાદીએ તેમાં પેઢીનું નામ લખીને ખોટી રીતે કેસ કર્યો હતો.ફરિયાદી પોતાની આર્થિક ક્ષમતા (રકમ આપવાની ક્ષમતા) સાબિત કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.નામદાર ત્રીજા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજશ્રી જે.જે. જોશી સાહેબે બંને પક્ષોની દલીલો અને વકીલ શ્રી પ્રદિપ કે. કાટીયા દ્વારા રજૂ કરાયેલા સચોટ પુરાવાઓને ધ્યાને લીધા હતા. અદાલતે તારણ કાઢ્યું કે ફરિયાદી કાયદા મુજબ આરોપી પાસે પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરી શક્યા નથી અને ચેકનો દુરુપયોગ થયો હોવાનું પુરવાર થાય છે.પરિણામે, નામદાર કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ ૨૫૫(૧) ની જોગવાઈના આધારે આરોપી દિનેશભાઈ પ્રભુભાઈ રાજપરાને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ગુનામાંથી સંપૂર્ણ નિર્દોષ છોડી મૂકવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.








