TANKARA:ટંકારામાં અપહરણ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીનો જામીન પર છુટકારો!




TANKARA:ટંકારામાં અપહરણ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીનો જામીન પર છુટકારો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ટંકારા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયું હોય જે અપહરણ તેમજ દુષ્કર્મ અને પોસ્ક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો જે આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરતા કોર્ટે જામીન અરજી મંજુર કરી છે જેથી આરોપીનો જામીન પર છુટકારો થયો છે.

જે બનાવની પ્રાપ્ત થયેલી વિગત મુજબ ટંકારા તાલુકા પોલીસે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવ મેવાડા રહે. રામકો સોસાયટી ઘૂટું તાલુકા મોરબી વાળાને આઈપીસી કલમ ૩૬૩ ,૩૬૬,૩૭૬ (૨) (જે) ૩૭૬ (૩) ૧૧૪ તથા પોક્સો એક્ટની કલમ ૫ (એલ), ૬,૧૬,૧૭ મુજબ અટકાયત કરી હતી. અને સેસન્સ કોર્ટમાં રજુ કરી જ્યુડી.કસ્ટડીમાં જેલહવાલે કરવામાં આવ્યો હતો.
જે આરોપીએ મોરબીના એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયાધીશ અને અધિક ક્ષત્ર ન્યાયાધીશશ્રીની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. જે જામીન અરજીમાં આરોપીના વકીલ મનીષ પી. ઓઝાએ ધારદાર દલીલો તેમજ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા. જે દલીલોને માન્ય રાખીને મોરબી નાં ડી. પી. મહીડા સાહેબની કોર્ટે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવ મેવાડાને રૂપિયા ૨૫ હજારના જામીન પર શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ)તથા મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા



