TANKARA:મોરબી અને ટંકારાના દારૂના ગુનામાં ૩ મહિનાથી નાસતો-ફરતો આરોપી ટંકારા પોલીસના શિકંજામાં

TANKARA::મોરબી અને ટંકારાના દારૂના ગુનામાં ૩ મહિનાથી નાસતો-ફરતો આરોપી ટંકારા પોલીસના શિકંજામાં
મોરબી સિટી એ ડિવિઝન તેમજ ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા પ્રોહિબિશન (દારૂ) ના ગુનાઓમાં છેલ્લા ત્રણેક મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં ટંકારા પોલીસને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી બંધ બોડીના ટ્રકમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા તેમજ મોરબી શહેરના તુલસીપાર્ક નજીકથી અલગ-અલગ ૩ વાહનોમાંથી પકડાયેલા દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલા આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી.પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી મોમભાઇ કરમણભાઇ ઉર્ફે ટીહાભાઇ વરૂ (ઉં.વ. ૩૪, રહે. ઘંટેશ્વર ગામ, બાયપાસ ચોકડી, મચ્છુ માતાના મંદિરની સામે, તા.જી. રાજકોટ) ની અટકાયત કરી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








