GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતર મુદ્દે ગ્રાહક અદાલતના હુકમ સામે નારાજ પીડિતોએ રાજ્ય કમિશનરના દ્વાર ખખડાવ્યા

MORBI:મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતર મુદ્દે ગ્રાહક અદાલતના હુકમ સામે નારાજ પીડિતોએ રાજ્ય કમિશનરના દ્વાર ખખડાવ્યા

મોરબી ઝુલતા પુલ કેસના પીડિતો દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યા બાદ વળતરના કેસમાં ગ્રાહક અદાલતના હુકમ સામે નારાજ પીડિતોએ રાજ્ય કમિશનરના દ્વાર ખખડાવ્યા છે. બે અરજી રાજ્ય કમિશનરમાં કરી દેવાય છે. જ્યારે બાકીની અરજીઓ હવે કરવામાં આવનાર છે.

મોરબીનો ઐતિહાસિક ઝુલતોપુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજયા હતા. આ કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. વધુમાં આ કેસમાં 70 જેટલા મૃતકોના વળતર મુદ્દે ગ્રાહક અદાલતમાં 35 જેટલા કેસો મુકવામાં આવ્યા હતા.આ મામલે પીડિતોના એડવોકેટ કિશનભાઈ દિનેશ કુમાર પંચાલે જણાવ્યું કે નામદાર ગ્રાહક અદાલતે કોર્ટને સિવિલમાં તબદીલ કરવાનો હુકમ કર્યો છે. તા.21/12/2024ના રોજ કોર્ટે હુકમ વાંચી સંભળાવ્યો હોવાનું કેહવામાં આવ્યું છે. આ દિવસે મોરબી કોર્ટ બંધ હતી. હુકમમાં તા. 26ની સહી છે. જ્યારે આ દિવસે પી.સી. રાવલ સર હાજર જ ન હતા. હવે અમે આ હુકમને પડકારવા માટે રાજ્ય કમિશનમાં જવાના છીએ. 2 કેસમાં અરજી કરી દેવામાં આવી છે. જેમાં તા.13 ફેબ્રુઆરીની મુદત પણ પડી છે. બાકીના કેસની અરજી હવે કરીશું.

Back to top button
error: Content is protected !!