GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

HALVAD:હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

 

 

હળવદ તાલુકાના જુના અમરાપર ગામ પાસે આવેલ ભારત પેટ્રોલિપંપ સામે રોગ ઉપર બાઈક સાથે બાઈક અથડાતાં એકનું મોત નિપજ્યું હતું તથા સાહેદને ઇજા પહોંચી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મીંયાણા ગામે રહેતા અને ખેતી કરતા લલીતભાઈ ઉર્ફે લાલજી ઘનશ્યામભાઈ સીંહોર (ઉ.વ.૨૮) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩- કે.કે.-૫૨૩૩ ના ચાલક વિરજીભાઈ દલવાડી રહે. જુના અમરાપરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાનુ મોટરસાયકલ જીજે-૧૩-કે.કે.- ૫૨૨૩ વાળામા પેટ્રોલપંપેથી પેટ્રોલ પુરાવી બેફીકરાઇથી ચલાવી રોડ ઉપર આવતા-જતા વાહનો જોયા વગર રોડ ઉપર ચલાવી નિકળી રોડ ઉપર એકદમ આડા પડતા મોટરસાયકલ રજીસ્ટર નં. જીજે.-૩૬.-એ.ડી.-૧૫૮૨ વાળા સાથે અથડાવતા બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું તથા સાહેદ તથા પોતાને ઇજા પહોંચાડી હોવાની લલીતભાઈએ આરોપી બાઈક ચાલક વિરજીભાઈ દલવાડી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Back to top button
error: Content is protected !!