નવસારીના જુનાથાણા ખાતે દર સોમવારે અને ગુરૂવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે નવસારી જિલ્લામાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ખેડુતોને ઘર આંગણે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે તે માટે જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી જુનાથાણા સ્તિથ જુના જિલ્લા સેવા સદન કેમ્પસ ખાતે દર સોમવારે અને ગુરૂવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા પોતાના શાકભાજી, કઠોળ, અનાજ જેવી ખેતપેદાશો પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે. રસાયણમુકત ખેતીથકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતો પ્રયાસ કરી રહ્યા છે. નવસારીના નગરજનો પણ શુધ્ધ અને સાત્વિક ખેતપેદાશોની હોશે હોશે ખરીદી કરી રહ્યા છે. જેથી વધુમાં વધુ પ્રજાજનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો પાસેથી ખરીદી કરીને પ્રોત્સાહન આપે તેજ સમયની માંગ છે.