MORBI:મોરબી મહાનગરપાલિકા લાઈબ્રેરીના વાંચનપ્રેમી નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય




MORBI:મોરબી મહાનગરપાલિકા લાઈબ્રેરીના વાંચનપ્રેમી નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ વાંચનપ્રેમી નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની શ્રીમદ રાજચંદ્ર લાઈબ્રેરીના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અગાઉ લાઈબ્રેરીનો સમય સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી અને સાંજે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો હતો. હવે વાચકોની જરૂરિયાત અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને લાઈબ્રેરીનો સુધારેલ સમય સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી તેમજ બપોરે ૩:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી કરવામાં આવ્યો છે.
આ સમય ફેરફારનો મુખ્ય હેતુ લાઈબ્રેરીનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને તેમની અભ્યાસ તથા વાંચનની પ્રવૃત્તિ માટે વધુ અનુકૂળ સમય ઉપલબ્ધ કરાવવાનો છે. ખાસ કરીને બપોરના સમયગાળા બાદ લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સાંજના સત્રની શરૂઆત એક કલાક વહેલી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા લાઈબ્રેરી શાખા દ્વારા તમામ વાચકોને નવા સમયપત્રકની નોંધ લઈ તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવે છે. લાઈબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વાંચન સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરી વિદ્યાર્થીઓ તથા નાગરિકો પોતાના જ્ઞાન અને કારકિર્દીના વિકાસ તરફ આગળ વધે તે મહાનગરપાલિકાનો હેતુ છે.
નવો લાઈબ્રેરી સમય:સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી બપોરે ૩:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકલક્ષી સેવાઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ સમય ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે.


