GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન: સર્વે હિન્દુ સંગઠન દ્વારા અગત્યની બેઠક યોજાશે

MORBI:મોરબીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન: સર્વે હિન્દુ સંગઠન દ્વારા અગત્યની બેઠક યોજાશે

 

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોરબી સર્વે હિન્દુ સંગઠન દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મોરબી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાના સુવ્યવસ્થિત સંચાલન, રૂટ આયોજન, સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય કાર્યક્રમોના યોગ્ય સંકલન અર્થે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં સમગ્ર મોરબીના હિન્દુ સમાજના આગેવાનો, વેપારી મંડળો, વિવિધ ઉત્સવ સમિતિઓ અને સનાતન ધર્મના કાર્યકર્તાઓને ખાસ ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

તારીખ: ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ (મંગળવાર) સમય: રાત્રે ૯:૩૦ કલાકે સ્થળ: શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી બેઠકમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ સર્વે હિન્દુ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ભાઈ-બહેનો

મોરબી વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ અને આગેવાનો ,મોરબી ગણેશ ઉત્સવ સમિતિના હોદ્દેદારો ,વિવિધ ગરબી મંડળોના આયોજકો‌,દિવસ દરમિયાન તથા રાત્રિના સમયે મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવ યોજતા તમામ આયોજકો

મોરબી શહેરના વિવિધ હિન્દુ સમાજના અગ્રણીઓ‌ જન્માષ્ટમી મહોત્સવ અને શોભાયાત્રાને વધુ દિવ્ય અને સફળ બનાવવા માટે સમગ્ર સનાતન સમાજ, આગેવાનો અને કાર્યકર્તાઓને આ બેઠકમાં સમયસર હાજર રહી પોતપોતાનું અમૂલ્ય યોગદાન આપવા મોરબી સર્વે હિન્દુ સંગઠન દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!