સંતરામપુરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ને જાહેરમાં ગંદકી કરતા દુકાનદારો પાસેથી પાલિકાએ દંડ વસુલિયો..
- સંતરામપુરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તથા જાહેરમાં ગંદકી કરતાં દુકાનદારો પાસેથી પાલિકાએ દંડ વસૂલ્યો.
અમીન કોઠારી :- મહીસાગર
સંતરામપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ નગરમાં આવેલી દુકાનો અને ખાણીપીણીની લારી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું.
જેમાં ખાદ્ય પદાર્થો પર ઢાંકીને રાખવાનો અને નિયમ મુજબના નિયમોનું પાલન કરવા માટે પાલિકાના કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પકડાતા રૂ.૧૬૦૦ દંડ વસૂલ કરવામાં આવેલ હતો. અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો. ચા ની કીટલી સહિત નાસ્તાની દુકાનો દરેક જગ્યાએ જાહેરમાં કચરો નાખવો નહીં અને જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કાયદેસર દંડ વસૂલ કરવામાં આવશે તેવુ પાલિકાના ચીફ ઓફીસર દિપસિંહ હઠીલા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આગામી દિવસોમાં પણ આ તપાસ ચાલુ રાખવામાં આવે તેમ જણાવ્યું હતું. પાલિકા દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા દુકાનદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ સરપ્રાઈઝ ચેકીંગમાં સંતરામપુર નગરપાલિકાની ટીમ સોલંકી નિલેશભાઇ (સેનેટરી ઇન્સ્પેક્ટર) ,પ્રવીણભાઈ તાવીયાડ વગેરે હાજર રહ્યા હતા.