અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ચોકીદાર જ ચોર નિકર્યો : મોબાઈલ ચોરીનો વણશોધાયેલ ગુન્હામાં ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે આરોપી ને ગ્રીન પાર્ક મેઘરજ પાસેથી LCB એ ઝડપી પાડ્યો
મેઘરજ પો.સ્ટે ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધીકાઢી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૨,૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી-અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
સમગ્ર બનાવ એવો છૅ કે, મેઘરજ તાલુકા ના ભડવચ ગામના ઈસમ મેહુલકુમાર ચંદ્રકાન્તભાઈ પાંડોર કે જેઓ મેઘરજ ની આદિ. હોસ્ટેલમાં રહી ને અભ્યાસ કરે છૅ જયારે તેવો તારીખ. 05/12/2024 ના રોજ સાંજ ના સુમારે જમવા માટે પોતાની માલિકિનો સમાર્ટ ફૉન રેડમી ચાર્જર મૂકીને ગયા હતા. ત્યારબાદ પરત પોતાની રૂમમાં આવી જોતા માત્ર ચાર્જર હતું ફૉન ચોરી થઇ ગયેલ હતો. જેની જાણકારી તેવો ના હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડ અજય પરમાર ને જાણ કરી ત્યારે આ સિક્યુરિટી ગાર્ડ મેઘરજ પોલીસ સ્ટેશન જાણવા જોગ અરજી આપવા સાથે ગયેલ હતો. ત્યારબાદ અરજદાર મેહુલકુમાર અને તેના પિતા ચંદ્રકાન્તભાઈ એડવોકેટ કિર્તીરાજ એમ.પંડ્યા ની ઓફિસ મેઘરજ મુકામે સલાહ સૂચન માટે ગયેલ હોઈ જેથી કિર્તીરાજ પંડ્યા મેઘરજ પોલીસ સ્ટેશન ના પી.આઈ સાહેબ ને મળી ને અરજદાર ની મોબાઈલ ચોરી ની ફરિયાદ તારીખ. 14/12/2024 ના રોજ નોંધાવેલ ત્યારબાદ મોડાસા એલ.સી.બી તપાસ તેજ કરતા મેઘરજ ગ્રીન પાર્ક હોટલ પાસે થી આરોપી અજય પરમાર નામ ના ઇસમ ને દબોચી લઈ ચોરીમાં ગયેલા મોબાઈલ ને શોધી કાઢવામાં LCB પોલિસને સફળતા હાથ લાગી હતી
આ બનાવ માં ચોકીદાર જ ચોર નીકળ્યો જે આરોપી અજય પરમાર આદિ. હોસ્ટેલ નો સ્કયૂરીટ ગાર્ડ છૅ. જેને અરજદાર સાથે લઇ જઈ મેઘરજ પોલીસ સ્ટેશને ચોરી અંગે ની જાણવા જોગ અરજી અપાવી જે મેઘરજ પોલીસ તેમજ અરજદાર ને ગુમરાહ કરવામાં આવ્યા હતા