મંઝિલ ઉનીકો મિલતે હૈ,જીન કે સપનો મે જાન હોતી હૈ,પંખ સે કુછ નહી હોતા,હોંસલો સે ઉડાન હોતી હૈ કેશોદ ની સંપૂર્ણ અંધ વિધાર્થિનીએ ધોરણ 12 માં 84.33 પી. આર. સાથે ઉતીર્ણ થઈ
મંઝિલ ઉનીકો મિલતે હૈ,જીન કે સપનો મે જાન હોતી હૈ,પંખ સે કુછ નહી હોતા,હોંસલો સે ઉડાન હોતી હૈ કેશોદ ની સંપૂર્ણ અંધ વિધાર્થિનીએ ધોરણ 12 માં 84.33 પી. આર. સાથે ઉતીર્ણ થઈ
તાજેતરમાં ફેબ્રુઆરીમાં લેવાયેલ ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે જેમાં કેશોદ જી ડી વાછાણી કન્યા વિદ્યાલય માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મનસ્વી ઉનડકટ જે ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતી હતી જે સંપૂર્ણપણે અંધ દીકરી છે જેના પિતા સામાન્ય નાની એવી કરિયાણાની દુકાન ચલાવે છે આ દીકરી બોર્ડની પરીક્ષામાં રાઇટર રાખીને પરીક્ષા આપેલી હતી. જ્યારે બોર્ડનું પરિણામ જાહેર થયું ત્યારે આ દીકરીને 84.33 પી.આર પ્રાપ્ત કરી કેશોદ તેમજ રઘુવંશી સમાજ નું ગૌરવ વધારેલ છે તેમના પિતાશ્રી ના જણાવ્યા મુજબ મનસ્વી સંપૂર્ણપણે અંધ છે અને તેમની શાળા તરફથી તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવેલ હતું આ ઉપરાંત તે youtube માંથી વિષયને લગતા વિડિયો સાંભળીને અભ્યાસ કરતી હતી તેમને આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, ભારત વિકાસ પરિષદના ડો સ્નેહલ તન્ના,પ્રમુખ આર પી સોલંકી,જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર,,વગેરે દ્વારા તેમને અભિનંદન પાઠવેલા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ