કેબિનેટ શિક્ષણ મંત્રી ની હાજરીમાં કાલોલના બેઢિયા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૨૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ કાલોલ તાલુકા બેઢિયાની પી.એમ સ્કુલ પ્રાથમિક શાળામાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર ,જિલ્લા શક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધર્મેન્દ્રભાઈ ભમાત,કાલોલ તાલુકા પ્રાથમિક શક્ષણાધિકારી ચેતનાબેન પરમાર , કાલોલ તાલુકા બીઆરસી કો ઑ. દિનેશભાઈ પરમાર,કાલોલ તાલુકામાં સમાવિષ્ટ તમામ ક્લસ્ટરના સીઆરસી કૉ ઑ , મુખ્ય શિક્ષકો, ગ્રામજનોની ઉપસ્થિતિ રહી. શીખ ધર્મના દસમાં ગુરુ ગુરુ ગોવિંદસિંહજીની ગૌરવગાથા તથા ગુરુ ગોવિંદસિંહજી ના ચાર પુત્રોના બલિદાનને યાદ કરવામાં આવ્યા. પોતાના દેશ અને ધર્મ માટે ગૌરવની લાગણી અને બલિદાનની ભાવના હોવી જોઈએ એવા ઉપદેશ સાથે વીર બાળ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.






