TANKARA :હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી ની સાધારણ સભા યોજાઈ.
TANKARA :હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી ની સાધારણ સભા યોજાઈ.
તારીખઃ 21/09/2024 ને શનિવાર ના રોજ ખેડૂતો ના મસીહા ઢેબરબાપા ની 120 મી જન્મજયંતિ ના દિવસે શ્રી હરબટીયાળી જૂથ સે. સહ. મં. લી. ની 68 મી વાર્ષિક સાધારણ સભા શ્રી અશોક ચકુભાઈ સંઘાણી ના પ્રમુખ સ્થાને યોજાઈ હતી, મંડળી એ વર્ષ 23/24 ને અંતે ₹ 84/- લાખ નો નફો કર્યો હતો અને સભાસદો ને 15% શેર ડિવીડન્ડ ની જાહેરાત કરવામાં આવી હતી આ તકે મંડળી ના પ્રમુખ શ્રી અશોક ચકુભાઈ,APMC મોરબી ના ચેરમેન શ્રી ભવાનભાઈ ભાગીયા, જિલ્લા બેન્ક ના ડિરેક્ટર્સ શ્રી દલસુખભાઈ બોડા, શ્રી સંજયભાઈ ભાગીયા, મંડળી ના પૂર્વ પ્રમુખ શ્રી રામજીભાઈ સંઘાત, પર્યાવરણ પ્રેમી શ્રી કેશુભાઈ નમેરા સાહેબ, સામાજિક આગેવાન શ્રી વસંતભાઈ લીબાસિયા વિગેરે એ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતું,સભામાં વર્તમાન તેમજ પૂર્વ વ્ય. ક. સભ્યો,આગેવાનો શ્રી મોરબી પીપલ્સ મંડળી ના ડિરેક્ટરશ્રી કાનજીભાઈ ભાગિયા ;જગદીશભાઈ દુબરિયા,અરવિદભાઇ દુબરિયા, દેવરાજ સંઘાણી, મયુર દેવડા, રતીલાલ દેવશીભાઈ સંઘાણી,રમણીકભાઈ નમેરા,રવજીભાઈ વિરજીભાઈ, બ્રાન્ચ મેનેજર શ્રી જયેશભાઈ ભાગિયા સાહેબ,સરપંચ શ્રી ઓ તેમજ મંડળી ઓ ના પ્રમુખ મંત્રી શ્રી તથા બહોળી સંખ્યા મા સભાસદ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા, સભા ને અંતે પ્રમુખ શ્રી એ મંડળી મા ધિરાણ લેતા સભાસદનુ અવસાન થાય તો વારસદારો ને ₹ 50000/ પચાસ હજાર મંડળી તરફથી આપવા ની જાહેરાત કરી હતી, સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન તથા આભાર વીધી મંડળી ના વ્ય. ક. સભ્ય શ્રી કેશુભાઈ ભાગિયા એ કરી હતી , સભા બાદ સહકારી મહાપ્રસાદ નો સર્વે એ લાભ લીધો હતો…