GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બાયપાસ નજીક પગપાળા ચાલીને જતા ૬૮ વર્ષના વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા વૃદ્ધનું મોત
MORBI:મોરબીના બાયપાસ નજીક પગપાળા ચાલીને જતા ૬૮ વર્ષના વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા વૃદ્ધનું મોત
મોરબી શનાળા બાયપાસ રોડ પાસે હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે પગપાળા ચાલીને જતા ૬૮ વર્ષના વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા વૃદ્ધનું મોત થયું હતું અકસ્માત સર્જી વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામના વતની ૬૮ વર્ષના જસમતભાઈ કેશવજીભાઇ કાલરીયા આજે સવારના સમયે મોરબીના બાયપાસ રોડ ઓવરબ્રિજ નજીક ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે જસમતભાઈને ઠોકર મારી હતી અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો અકસ્માતને પગલે સ્થળ પર સ્થાનિકોના ટોળા જોવા મળ્યા હતા એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે