MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી અજાણ્યા ચોર ઈસમ બાઈક ચોરી રફુચક્કર
MORBI:મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી અજાણ્યા ચોર ઈસમ બાઈક ચોરી રફુચક્કર
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જીવરાજ સોસાયટી શેરી નં.૧ રહેતા મૂળ જામનગરના ફલ્લા ગામના વતની મયુરભાઈ શામજીભાઈ રાઠોડ ઉવ.૩૨ ગઈ તા.૧૯/૦૧ ના રોજ સવારે પોતાના મિત્રને મળવા જામનગર ગયા હતા ત્યારે તેમણે પોતાનું હોરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જઈને-૩૬-એમ-૬૮૧૯ વાળું બાઇક જુના બસ સ્ટેન્ડ નજીક આયુષ હોસ્પિટલની લેબોરેટરી પાસેના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું, જે બાદ મયુરભાઈ બપોરના જામનગરથી પરત આવ્યા ત્યારે પાર્કિંગ કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ તેમનું બાઇક ચોરી કરીને લઈ ગયા હતા, જેથી મયુરભાઈએ બાઇક ચોરી માટે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ સીટી એ ડિવિઝનમાં રૂબરૂ અજાણ્યા ચોર તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંઘી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી