શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણનો એથ્લેટીકસ રમતોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ

8 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણનો એથ્લેટીકસ રમતોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ. પાલનપુર તાલુકા કક્ષાની અન્ડર ૧૭ અને ૧૯ શાળાકીય રમતોત્સવ શ્રી આર.બી.ભટોળ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, પાલનપુર ખાતે યોજાઇ હતી. જેમાં પાલનપુર તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણના વિદ્યાર્થીઓએ 100 મીટર, 200 મીટર, 400 મીટર અને લાંબી અને ઊંચી કૂદમાં ભાગ લીધો હતો. જેમાં ખરાડી સોનલબેન 100 મીટર દોડમાં જ્યારે ડાભી સીતાબેને ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેહાતર પાયલ એ 200 મીટર દોડમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મહુડિયા અતુલકુમારે 400 મીટર દોડમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ચૌહાણ યુવરાજે ઊંચી કૂદમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે પરમાર મોદણીબેને લાંબી કુદમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તમામ સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાને ગૌરવ અપાવ્યું તે બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. જ્યારે સ્પર્ધકોને માર્ગદર્શન આપનાર શ્રી રાહુલભાઈ ચૌધરી અને ભરતભાઈ પટેલને શાળા પરીવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.





