GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI નવા વર્ષ માટે સાર્થક વિદ્યામંદિર સંપૂર્ણપણે સજ્જ વિદ્યાર્થીઓનું ઉત્સાહ અને ઉમંગભેર સ્વાગત

MORBI નવા વર્ષ માટે સાર્થક વિદ્યામંદિર સંપૂર્ણપણે સજ્જ વિદ્યાર્થીઓનું ઉત્સાહ અને ઉમંગભેર સ્વાગત

 

 

સ્વાગત પરિચય દિવસ  નવા વર્ષે પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારે સાર્થક વિદ્યામંદિરમાં સમુહ પ્રાર્થના પ્રસાદી તિલક પરિચય દ્વારા સંગીતમય શરૂઆત થઈ અને દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો એ ઉત્સાહભેર નવા વર્ષને વધાવ્યું હતું. સ્વાગતની સાથે સાથે પરિચય દિવસ પણ ઉજવાયો હતો.

સુરક્ષા, સલામતી અને સ્વચ્છતા સાથે શ્રેષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મળી રહે તે માટે સાર્થક વિદ્યામંદિરમાં વિવિધ પ્રકારના આયોજન,સેમીનાર પ્રશિક્ષણ ,વર્કશોપ થયા હતા જેમાં,

સમીક્ષા બેઠક ઉમિયા ધામ માનવ મંદિર ખાતે સાર્થક વિદ્યામંદિર ના તમામ જુના નવા આચાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ગત વર્ષના કાર્યક્રમો, એક્ટિવિટી, મેળવેલ સિદ્ધિઓ, ક્ષતિઓ, થયેલ આયોજન, અભ્યાસ અંતર્ગત ચિંતન કરવામાં આવ્યું હતું.

આચાર્ય પ્રશિક્ષણ (ટીચર્સ ટ્રેનિંગ) દર વખતે ની જેમ આ વખતે પણ વર્ષના આરંભે ત્રણ દિવસીય ટીચર્સ ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે પરિચય બેઠક રાખવામાં આવી હતી.આ દિવસે તમામ નવા આચાર્યનો પરિચય તેમજ શાળાના કાર્યો અંતર્ગત શૈક્ષણિક ,બિનશૈક્ષણિક અને વહીવટી માહિતી આપવામાં આવેલી હતી. તમામ આચાર્યો શાળાના વિજન અને મીશન અંગે માહિતગાર થયા હતા.

બીજા દિવસે ત્રણ વક્તાઓ દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. “શિક્ષક અને અધ્યાત્મ* વિષય ઉપર દિગંતભાઈ ભટ્ટ ,”શિક્ષક અને પ્રવૃત્તિ” વિષય ઉપર જયેશભાઈ વાઘેલા(NDC) અને “શિક્ષક અને બદલાતો યુગ” વિષય ઉપર હરેશભાઈ ધોળકિયા(લેખક)એ અદભુત માહિતી આપી હતી

ત્રીજા દિવસે વિદ્યાલયની તમામ પદ્ધતિ નિયમો સમજાવતું સત્ર એટલે કે “સાર્થકનું સાર્થકત્વ” યોજવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ મિટિંગ દ્વારા શાળાના નિયમો સમજાવી એનું પાલન કરવાના શપથ લીધા હતા

સારથી મિટિંગ શાળામાં બાળકોને લેવા મુકવા નું મહત્વનું કાર્ય સંભાળતા વાહનચાલકો ની મીટીંગ નું એક આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રોડ સેફટી ના વિવિધ નિયમો ,રાખવાની થતી તકેદારીઓ, નિયમો પ્રમાણે ડોક્યુમેન્ટ્સ તેમજ સાધનો, આકસ્મિક સમયે લેવાના નિર્ણયો વગેરે મુદ્દાઓને ભારપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

ફાયર સેફટી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ
ફાયર સેફટી ના સાધનોનો ઉપયોગ નિયમો તેમજ વિવિધ પ્રકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. હાલ પૂરતું શાળા સાથે સંકળાયેલ વ્યક્તિઓને આપવામાં આવેલી આ ટ્રેનિંગ , આવતા સમયમાં વિદ્યાર્થીઓને પણ આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!