GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહા શિવરાત્રી પર્વ દરેક શીવ મંદિર દર્શનાર્થીઓ ની ભીડ જય મહાકાલ સતવારા ગ્રુપ દ્વારા શોભાયાત્રા નું આયોજન

MORBI:મોરબી મહા શિવરાત્રી પર્વ દરેક શીવ મંદિર દર્શનાર્થીઓ ની ભીડ જય મહાકાલ સતવારા ગ્રુપ દ્વારા શોભાયાત્રા નું આયોજન

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મહા શિવરાત્રી પર્વ હોય મોરબી શહેર માં શિવ મંદિર માં દર્શનાર્થીઓ ની ભીડ જોવા મળી હતી. જ્યારે સતવારા સમાજ નાં મહાકાલ ગ્રુપ દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે બાયપાસ રોડ ઉપર શક્તિ માતાજી ના મંદિરે પ્રસ્થાન થઇ હતી ત્યારબાદ શહેરમાં જડેશ્વર મહાદેવ મંદિર, શાક માર્કેટ, નેહરુ ગેઈટ ચોક, વાઘપરા, બાપા સીતારામ ચોક, ભક્તિનગર સર્કલ થઈ મોઢેશ્વર મહાદેવ મંદિર (મોરબગતની વાડી) ખાતે પૂર્ણાવતી થઈ હતી


આ શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ્સ અને શણગારેલા વાહનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બનશે. રૂટ દરમિયાન ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો કેટલાક લોકો એ મંડપ નાં સ્ટોલ ઉભા કરીને અને સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. એકંદરે મોરબી શહેર માં મહા શિવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!