GUJARATMORBIWANKANER

મોરબી GWIL ના કર્મચારીઓની મિલીભગતનો વધુ એક પુરાવો

બેન્ક એકાઉન્ટમાં સાડા ત્રણ લાખ રૂપિયા કોને જમા કરાવ્યા એ તપાસનો વિષય!

મોરબી જિલ્લા કલેકટરની આગેવાનીમાં તપાસ થાય તો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું થતું નુકશાન અટકી શકે તેમ છે.

 

 

ખાનગી સૂત્રોના હવાલેથી વાતસ્યલ્મ ન્યૂઝનાં હાથે વધુ એક પુરાવો લાગ્યો:GWIL ના કર્મચારી પરબત હુંન અને એક અન્ય મહિલા સોનલ જયંતીભાઈ નાકરાની ના બેન્ક ખાતામાં 352000 (ત્રણ લાખ બાવન હજાર) જમા કરાવનાર કોણ?રૂપિયા બેન્ક ખાતામાં આવ્યા ક્યાંથી?એ તપાસનો વિષય.

બેન્ક ખાતા નમ્બર:પાછળના ચાર અંક 6380 બ્રાન્ચ કોડ:SBIN0060131 

બીજું બેન્ક ખાતું HDFC બેન્ક IFSC કોડ HDFC0003100 બેન્ક ખાતા નમ્બર પાછળના ચાર અંક 4881 માં રૂપિયા 352000 કેસ જમા થયા હોવાની માહિતી સૂત્રોના હવાલેથી વાત્સલ્યમ ન્યૂઝને મળી. 

નર્મદાની પાઇપ લાઇન ભ્રષ્ટ અધિકારીઓ માટે નોટો છાપવાના મશીન સમાન..

ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થાય અને ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ.

સમગ્ર કૌભાંડની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને સોપવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

અર્જુનસિંહ વાળા – વાંકાનેર

મોરબી: નમામી દેવી નર્મદે…. નર્મદાના નીર લોકોને ઘેર ઘેર પોહચ્યા નહિ હોય પરંતુ ભ્રષ્ટાચાર આચરનાર શખ્સોનાં હાથ નર્મદાની પાઇપ લાઇન સુધી પોહચી ગયા છે. ગુજરાત સરકારે લાખો લોકોની સુખાકારી માટે જે યોજના અમલમાં લાવી હજારો કરોડો રૂપિયા ખર્ચી નર્મદાની પાઇપ લાઇન નાખી એ નર્મદાની પાઇપ લાઈન ભ્રષ્ટ અધિકારીઓ માટે નોટો છાપવાનું કામ કરી કર્યું છે.

મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા પાણીની પાઇપ લાઇન GWIL ના ભ્રષ્ટ અધિકારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. ખેડૂતોને ખેતરે પાણી પહોંચે કે ન પહોંચે પરંતુ મીટર બાયપાસ કરાવી લાખોની કમાણી કરી આપતા કંપની ધારકો પાસે નર્મદાનું પાણી પહેલા પોહચી જાય છે. વાત્સલ્યમ ન્યૂઝના ખાસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એર વાલ્વ નમ્બર આઠ,નવ ઉપરથી એક લાખ વિસ હજારનો હપ્તો લેવામાં આવ્યો હતો.જેમાં એક રેતીનો ચારનાં નો સમાવેશ થતો હતો.જ્યારે એર વાલ્વ નમ્બર ચોવીસ ઊપરથી એક લાખ સાહિઠ હજારનો મસમોટો હપ્તો ચાર કંપની ધારકો પાસેથી લેવામાં આવતો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર AGL કંપની તેમજ એરકોન કંપની સહિત ચાર કંપની ને મીટર બાયપાસ કરી  મહિને એક લાખ ત્રીસ હજાર રૂપિયાનું ઊઘરાના કરતા હોવાની ચોંકાવનારી વિગતો વાતસ્યલ્મ ન્યૂઝના રિપોર્ટર ને મળી છે.

નમર્દા પાણીની પાઇપ લાઇન સ્ટાફ કર્મચારી સહિત કોન્ટ્રાકટર વિકાસ ઇન્ટરપ્રાઇઝ એજન્સી તેમજ GWIL ના ડેપ્યુટી ઈજનેર મયુર ચોડાવડીયા સહિતના લોકો સમક્ષ સમગ્ર કડક તપાસના આદેશ કરવામાં આવે તો સત્ય ઉજાગર થઈ શકે તેમ છે.

વધુમાં વાતસ્યલ્મ ન્યૂઝ પાસે એક ઓડિયો કલીપ પણ આવી છે એ ઓડીયો ક્લિપમાં પણ વાલ્વ ખોલી પાણી લેતા હોવાની વાતચીત કરતા મયુર ચોડાવડીયાનો અવાજ હોવાનું માહિતી આપનાર શખ્સે જણાવ્યું હતું.જો કે વાત્સલ્યમ ન્યૂઝ હજુ આ ઓડિયો વિશે તપાસ કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!