HALVAD- હળવદ તાલુકાના ૧૨ ગામમાં કમિશન આધારિત મહેનતાણાથી VCE ની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ
HALVAD- હળવદ તાલુકાના ૧૨ ગામમાં કમિશન આધારિત મહેનતાણાથી VCE ની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ
મોરબી જિલ્લા પંચાયાત હેઠળનાં હળવદ તાલુકા પંચાયતમાં ઈ-ગ્રામ પંચાયતનાં સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીનાં સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) ની સેવાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનાં ધોરણે ઈ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા માટેની ભરતી હેઠળ ૧૨ ગ્રામ પંચાયતમાં ખાલી રહેલ ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) ની જગ્યાઓ પર કમિશન આધારિત મહેનતાણાથી ભરતી કરવાની થાય છે. તો ૧૦ પાસ તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી(CCC) ની લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૭ દિવસમાં અરજી કરવાની રહેશે.
હળવદ તાલુકાના ધુળકોટ, ઇસનપુર, કેદારીયા, માણેકવાડા, ચંદ્રગઢ, નવા અમરાપર, રાતાભે, કડીયાણા, નવા ઘનશ્યામગઢ, નવા દેવળીયા, ખોડ, દીઘડીયા એમ ૧૨ ગામમાં VCE તરીકે કામ કરતા માંગતા ઉમેદવારોએ અરજી ફોર્મ જે-તે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી પાસે જમા કરાવવાનું રહેશે. ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ભરતીની અરજી અંગેની માર્ગદર્શિકા અને ફોર્મ મેળવવા માટે https://morbidp.gujarat.gov.in/ આ લિંક પરથી મેળવી લેવી તેવું નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.