દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો માં પાર્કિંગની અપૂરતી સુવિધાથી મુલાકાતીઓ પરેશાન.પરેશાન..પરેશાન..


સમીર પટેલ, ભરૂચ
એક્સ્પો આયોજક અને ઉદ્યોગ મંડળ નફો રળવામાં મસ્ત અને મુલાકાતીઓ પરેશાનીમાં વ્યસ્ત..!!
મુલાકાતીઓએ હેરાન થવું હોઈ તો થાય…તેમને પડતી તકલીફ સામે આયોજકોને ઉદ્યોગ મંડળને કોઈ લેવા દેવા નથી તેમ લાગી રહ્યું છે.!!
મુલાકાતીઓ પાર્કિંગને લઈ પરેશાનીના થઈ તેવી અલાયદી સુવિધાની આશા સેવી રહ્યા છે..ખેર આ બાબતે વિચારવા માટે નફાખોર પાસે સમય તો હોઈ જોઈએ ને…!!
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો હાલ માં દહેજ ખાતે યોજાઈ રહ્યો છે જેમાં પાર્કિંગ ની વ્યવસ્થા પ્લૉટ માં ગોઠવેલી છે તે જગ્યા અપૂરતી હોવાને કારણે વિઝિટરોને ગાડી પાર્કિંગ માં મૂકવાની ભારે મુશ્કેલી પડી રહી છે. ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓ તથા રાજ્ય બહારથી મુલાકાતીઓ એક્સ્પો ની મુલાકાત લેવા માટે આવતા હોઈ છે ગતરોજ અને આજરોજ એક્સ્પો વાળા પ્લોટમાં ગોઠવેલી પાર્કિંગ ની જગ્યા ભરાઈ જતા વાહન ચાલકો એ બહારના ભાગે આવેલા રોડની આજુબાજુ ની ખુલ્લી જગ્યામાં ગાડીઓ પાર્કિંગ કરવા મજબૂર બન્યા હતા દૂર દૂર એકાદ બે કિલોમીટર સુધી ગાડીઓ પાર્કિંગ કરીને એક્સ્પો ના પ્લૉટમાં
આવેલા ડોમ સુધી ચાલીને મુલાકાતીઓએ આવવું પડ્યું હતું અને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો અને સાથો સાથ ભારે તકલીફનો સામનો પણ કરવો પડ્યો હતો
હાલમાં યોજાયેલ આ એક્સ્પોમાં વાહન ચાલકોએ ગાડીઓ માટે અપૂરતી પાર્કિંગની વ્યવસ્થાને લઈને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક મુલાકાતીઓની પાર્કિગની અપૂરતી વ્યવસ્થા ઊભી થવાના કારણે આવા આયોજન સામે નારાજગી પણ ઊભી થવા પામી હતી તેવો ગણગણાટ સાંભળવા મળતો હતો. એક્સ્પો માં આવનાર વિઝીટર માટે પાર્કિગની પૂરતી વ્યવસ્થા કરી શકાય તેમ ના હોય તો શા માટે આવા એક્સપોનું આયોજન કરવામાં આવે છે.? અને નાહક ના નિર્દોષ મુલાકાતીઓને હેરાન પરેશાન થાય છે.આવી સમસ્યા ઉપરથી લાગી રહ્યું છે કે એક્સ્પો આયોજકો તથા ઉદ્યોગ મંડળને માત્રને માત્ર નફો રળવામાં રસ છે.!?



