GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ધારાસભ્યના પ્રયત્નોથી વી.સી.ટેક. હાઈસ્કૂલમાં વર્ગ-૨ ના આચાર્યની નિમણુંક

MORBI:મોરબીના ધારાસભ્યના પ્રયત્નોથી વી.સી.ટેક. હાઈસ્કૂલમાં વર્ગ-૨ ના આચાર્યની નિમણુંક

 

 

મોરબી તાલુકામાં આવેલ ધ વી.સી.ટેક. હાઈસ્કૂલ સો કરતા વધુ વર્ષ જૂની મોરબીની આન બાન અને શાન એવી એકમાત્ર સરકારી શાળા છે,જેમાં મોરબીના ઓરપેટના સંસ્થાપક ઓ.આર.પટેલ, શિક્ષક તરીકે ફરજ બજાવી છે,ડો.જ્યંતીભાઈ ભાડેસીયા,ડો.સતિષભાઈ પટેલ જેવા અનેક ડોકટર તેમજ મોરબી પંથકની અનેક ગણ્ય માન્ય મહાનુભાવોએ અભ્યાસ કર્યો છે અને આજે જેમાં ધો.9 થી 12 ના 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મોટા ભાગના સરકારી કાર્યક્રમો આ સ્કૂલમાં થાય છે,વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન અને વ્યવસ્થાપન આ સ્કૂલમાંથી થાય છે,પણ છેલ્લા પાંચ વર્ષથી આ સ્કૂલમાં રેગ્યુલર વર્ગ-2 ના આચાર્યની જગ્યા ખાલી હતી, ઈન્ચાર્જ આચાર્યનું અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા ઈન્ચાર્જના પણ ઈન્ચાર્જ આચાર્યથી વી.સી.હાઈસ્કૂલનો વહીવટ ચાલતો હતો,આ શાળામાં અભ્યાસ કરતા 1300 જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાને લઈ મોરબીના જાગૃત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતને ધ્યાનમાં લઇ વી.સી.ટેક.હાઈસ્કૂલમાં વર્ગ-2 ના અને હાલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે વિષય નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણુંક થતા ઘણાં લાંબા સમય બાદ વી.સી.હાઈસ્કૂલમાં રેગ્યુલર આચાર્ય મળતા કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરનો અને શિક્ષણ વિભાગનો સમગ્ર વી.સી.હાઈસ્કૂલ પરિવારે આભાર પ્રકટ કરેલ છે.

Back to top button
error: Content is protected !!