MORBI:મોરબીમાં માનસિક અસ્થિર બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચારનાર બંને શખ્સોની ઘરપકડ

MORBI:મોરબીમાં માનસિક અસ્થિર બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચારનાર બંને શખ્સોની ઘરપકડ
મોરબી શહેરમાં આવેલી એક સંસ્થામાં રહેતી એક નહીં પરંતુ બે બે મહિલાઓને હવસનો શિકાર બનાવવામાં આવી હતી રાત્રિના બે ઇસમો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને બંને માનસિક અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બંને ઇસમો સંસ્થાની દિવાલ કૂદતાં હતા અને રૂમની દીવાલમાં બાકોરું પાડી રૂમમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું બનાવની જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ હતી અને બંને આરોપી ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ તેમજ હરેશ જીવાભાઈ સોલંકીને ઝડપી લીધા છે આ બન્ને શખ્સો સંસ્થાની પાછળના ભાગે જ મજૂરી કામ કરતા હતા. તેઓ રાત્રીના સમયે પાછળના ભાગેથી દીવાલ કૂદી બાથરૂમમાં બાખોરું પાડીને રૂમમાં પ્રવેશ્યા હતા.આ મામલે એ ડિવિઝન પીઆઈ પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે. આ આરોપીઓ આગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે તેમજ અગાઉ કોઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે. સાથે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.







