GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા મા ઈડરિયા ગઢ પર ચાલતી 17 જેટલી લીઝો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા

સાબરાંઠા

ઈડરિયા ગઢ પર ચાલતી 17 જેટલી લીઝો બંધ કરવાના આદેશ અપાયા છે.. ઇડર ગઢ પર વિવિધ સમુદાયોના ધાર્મિક સ્થળો આવેલાં છે જેણે લઇ અવાર નવાર વિવિધ સમાજનાં અગ્રણીઓ દ્રારા સરકારમાં લેખિત મૌખિક રજૂઆતો ધ્યાને લઇ તંત્ર દ્વારા 17 લીઝો બંધ કરવાના આદેશ આપવામા આવતાં ગઢ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે…

સાબરકાંઠા જિલ્લાનું ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે ઇડરિયા ગઢ પર દેશ વિદેશ માંથી હજારોની સંખ્યામાં વર્ષ દરમિયાન પર્યટકો આવતા હોય છે.. ઈડરને ઐતિહાસિક નગરી તરીકે પણ ઓળખાય છે ઇડર શહેરની આસપાસ ફરતે આવેલ ઇડરિયો ગઢ વિશ્વ પ્રખ્યાત છે ત્યારે ઈડર ગઢની પાછળ ગ્રેનાઇટ લીઝ ધારકો દ્વારા ખનન કામ કરતા હોવાથી ખાન કામ બંધ કરાવવા આંદોલનો પણ થયા હતા ત્યારે ગઢ ઉપર હિન્દુ તેમજ મુસ્લિમ ધર્મના વિવિધ દેવસ્થાન આવેલા છે.. ઈડર ગઢ સર્વે નં ૨૬/૧ પૈકી માં ૧૭ લીઝો આવેલી છે જે લીઝોને કાયમી ધોરણે બંધ કરાવવા વિવિધ સમાજનાં અગ્રણીઓ દ્વારા સરકાર સહિત તંત્રમાં લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.. જ્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ ખાણ ખનિજ વિભાગ દ્રારા મહત્વનો આદેશ કરવામાં આવ્યા ગઢ પ્રેમીઓ સહિત પ્રજાજનો માં ભારે ખુશી જોવા મળી રહી છે.. વિવિધ સમાજ દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લઈ જીલ્લા કલેકટર તેમજ ભૂસ્તર શાસ્ત્રીની સૂચના મુજબ લિઝોની તાપસ હાથ ધરવામાં આવી હતી જેમાં કરારખત શરતોનો ભંગ થતો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા લીઝ ધારકોને ખનન કામ તાત્કાલીક ધોરણે બંધ કરાવવા આદેશ આપવામાં આવ્યો છે…

ઈડર ગઢ મુદ્દે વિવિધ સમુદાયોની ફરિયાદો તેમજ જુદા જુદા સામાજિક સંગઠનોની રજુઆતો અન્વયે કલેક્ટર અને ભૂસ્તર શાસ્ત્રીની સુચના મુજબ લીઝોની તપાસ કરતા વિવિધ કરારખત શરતોનો ભંગ થતો હોવાનું જાણવા મળેલ હતું.. જેથી ઐતિહાસિક ધરોહરને નુકશાન ન થાય અને કોઈ જાનહાની ન થાય તે હેતુથી ઇડર ગઢની તમામ લીઝો બંધ કરાવેલ છે.. જ્યાં સુધી સરકારની સુચના ન મળે ત્યાર સુધી આ તમામ લીઝો બંધ રહેશે. ૧૭ પૈકીની ૬ લીઝોમાં ગેરકાયદેસર ખનન બદલ દંડ કરવામાં આવેલ છે.. ઈડર ગઢમાં આવેલ સર્વે.નં.૨૬/૧ ના લિઝ ધારકો કહી રહ્યા છે કે આ બાબતે સરકાર દ્વારા અમોને શરતભંગ ની નોટિસ આપવામાં આવી છે.. જેનો અમોએ જવાબ પણ કરેલ છે અને વારંવાર અમોને નુકસાન થતું હોવાથી લીઝ ધારકોએ સરકાર માં પણ રજુઆત કરેલ છે કે અમોને અન્ય જગ્યાએ લિઝો ફાળવવામાં આવે અથવા અમોને યોગ્ય વળતર આપવામાં આવે જેથી અમારો ધંધો ભાંગીના પડે અને દરેકની રોજીરોટી જળવાઈ તેવી અમારી રજુઆત છે…

ઈડરિયો ગઢ પોતાની કુદરતી સોંદર્ય સાથોસાથ ગઢ પર હિન્દુ મુસ્લિમ ધર્મના મોટા ભાગનાં ધાર્મિક સ્થળો આવેલાં જેમાં ધાર્મિક સ્થળોની નજીક પણ ખનન કામ થતું હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી.. ઈડર ગઢ પર ધાર્મિક સ્થળો સહિત પૌરાણિક કાળનો વેણી વછરાજ કુંડ પણ આવેલો છે જેની વનસ્પતી પણ લોકપ્રિય છે.. ગઢ પર રાજા નો મહેલ, રૂખીરાણીનું માળિયું, રણમલ ચોકી, સહિતના જોવા લાયક સ્થળો આવેલાં છે જ્યા રજાનાં દિવસોમા હજારોની સંખ્યામાં પ્રયટકો ગઢની મુલાકાતે આવતા હોય છે.. ઇડરમાં છેલ્લા કેટલાય વર્ષોથી એકહથ્થુ શાસન સામે ઈડરની પ્રજા તેમજ ગઢ પ્રેમીઓ સહિત કૉંગ્રેસ પક્ષ દ્વારા ખનન કામ બંધ કરાવવા માટે આંદોલનો પણ છેડવામાં આવ્યાં હતાં જૉકે કોંગ્રસ પક્ષનાં આક્ષેપ છે કે ભાજપના સતાધીશો નાં ખાસ માણસો દ્વારા આ ગઢને નામ શેષ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યુ છે જૉકે સ્થાનિક પ્રજા તેમજ ગઢ પ્રેમીઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામા આવેલ આંદોલનો સામે સરકારે કોઈપણ નક્કર કાર્યવાહી કરવામાં આવી હતી નહોતી..

 

ઈડર ગઢ પર ચાલતા ખનન કામ સામે વિવિઘ સમાજો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઇ સાબરકાંઠા કલેકટર તેમજ ભૂસ્તર શાસ્ત્રી દ્રારા સ્થળ તપાસ દરમિયાન સર્તો ભંગ થયાની સાચી હકીકત સામે આવતા અન્ય લીઝો સામે કયારે સ્થળ તપાસ કરવામાં આવશે તેણે લઇ પ્રજાજનો તેમજ ગઢ પ્રેમીઓ સ્થાનીક તંત્ર તેમજ સરકાર સામે મીટ માંડી બેઠયા છે…

ઇડર ગઢની છ (૬) લીઝોને ૩ કરોડ ૭૬ લાખ દંડ ફટકારાયો છે…
૧:- હિમાલય ગ્રેનાઈટ ૨ કરોડ ૩૧ લાખ
૨:- રામઅવતાર સત્યનારાયણ બજાજ ૮૫લાખ ૦૧ હજાર
૩:- રોજી રોયલ ૧ લાખ ૭૦ હજાર
૪:- મહિપાલ સિંહ કુંપાવત ૩લાખ ૮૧ હજાર
૫:- સાંઈ સ્ટોન ૨૫ લાખ ૯૨ હજાર
૬:- ઓમ ગ્રેનાઇટ ૨૮ લાખ ૫૬ હજાર

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!