GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ગુજરાત સ્થાપના દિવસ નિમિતે અસ્મિતા કાર્યક્રમ યોજાયો
MORBI:મોરબી ગુજરાત સ્થાપના દિવસ નિમિતે અસ્મિતા કાર્યક્રમ યોજાયો
ગુજરાત સ્થાપના દિવસ નિમિતે યુવાનોમાં ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ જાગૃત કરવાના શુભ આશયની મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની અસ્મિતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાસ ગરબા, એક પાત્રીય અભિયાન અને સોલો ડાંસ, ગાયન તેમજ વાદન જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોરબીના કુલ ૬૮ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરવા અતિથી વિશેષ તરીકે કલેકટર કિરણ ઝવેરી, કમિશ્નર સ્વપ્નીલ ખરે, મુખ્ય અતિથી તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે મોરબી મનપા દ્વારા પ્રથમ ક્રમે વિજેતાને રૂ ૨૦૦૦, દ્વિતીય સ્થાને રૂ ૧૦૦૦ અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને રૂ ૫૦૦ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું