MORBIWANKANER

MORBI:મોરબીના કરોડોના રોડની કામગીરી લોટ, પાણી ને લાકડા? શરૂઆતમાં જ વિરપર-લીલાપર માર્ગ પર બે પુલિયા નીચે બેસી જતાં આરસીસીના થીગડાં મરાયા

 

MORBI:મોરબીના કરોડોના રોડની કામગીરી લોટ, પાણી ને લાકડા? શરૂઆતમાં જ વિરપર-લીલાપર માર્ગ પર બે પુલિયા નીચે બેસી જતાં આરસીસીના થીગડાં મરાયા

 

રીપોર્ટ આરિફ દિવાન વાંકાનેર – મોરબી:સરકાર દ્વારા મોટા ઉપાડે જેની જાહેરાત કરવામાં આવી હતી તે નવનિર્મિત ‘વિરપર થી લીલાપર રોડ’ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિમાં મુકાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડની કામગીરી પૂર્ણ થતાંની સાથે જ લોટ, પાણી ને લાકડા જેવી નબળી ગુણવત્તા છતી થઈ ગઈ છે.

​સ્થાનિક અહેવાલો મુજબ, લીલાપરથી આશરે ૨ કિલોમીટરના અંતરે આવેલા બે નાના બ્રિજ (પુલિયા) બન્યાના ગણતરીના દિવસોમાં જ રોડના મૂળ સમતલ સ્તરથી નીચે બેસી ગયા છે. કોન્ટ્રાક્ટર અને સંબંધિત તંત્ર દ્વારા પોતાની આ ગંભીર બેદરકારી અને નબળું બાંધકામ છુપાવવા માટે ઉતાવળે બ્રિજ તથા રોડના જોઈન્ટ્સ પર  થીગડાં મારીને કામચલાઉ રફુચક્કર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.​જનતાનું મૌન પણ એક મોટો સવાલ

રોડનું આ રીતે બેસી જવું એ ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જી શકે તેમ છે. દરરોજ સેંકડો વાહનચાલકો આ રસ્તેથી પસાર થાય છે અને આ નબળી કામગીરી પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. આમ છતાં, સ્થાનિક નાગરિકો તરફથી યોગ્ય સ્તરે સત્તાવાર રજૂઆત કે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો નથી. પ્રજાની આ નિષ્ક્રિયતા અને મૌનતાને કારણે જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ આવી નબળી કામગીરી ચલાવી લેવાની હિંમત કરતા હોવાના સવાલો ઉઠી રહ્યા છે.

​જો સમયસર આ રોડ અને બંને પુલિયાના બાંધકામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે માર્ગ અને મકાન વિભાગ આ અંગે કડક પગલાં ભરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે.

Back to top button
error: Content is protected !!