GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીના બગથળા ખાતે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજી ખેડૂતોને માર્ગદર્શન અપાયું

 

MORBi:મોરબીના બગથળા ખાતે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજી ખેડૂતોને માર્ગદર્શન અપાયું

 

 

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, મોરબી દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના આસી. ટેકનોલોજી મેનેજરશ્રી અશોક ડાભી દ્વારા પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ અન્વયે જે ખેડૂતો ગાય નથી રાખતા અને પ્રાકૃતિક કૃષિ કરતા હોઈ તેના માટે ગૌમૂત્ર, જીવામૃત, ઘન જીવામૃત ગામમાં આવેલ શ્રીનકલંક ગૌશાળા માંથી મેળવી શકે તેના માટે પણ શ્રી નકલંક ગૌશાળાને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા માટે સહાય મેળવવા અરજી કરાવવામાં આવી હતી.

આત્મા પ્રોજેકટનાં બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી દિલીપ ઝાલરીયાએ સૌ ખેડૂત મિત્રોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ બાદ ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર, બ્લોક ટેકનોલોજી મેનેજર તથા આસી. ટેકનોલોજી મેનેજર દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય યોજના અંતર્ગત બગથળા ગામે શ્રી નકલંક ગૌશાળાની મુલાકાત લીધી હતી અને જરૂરી વિગતો સમજાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!