
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસાના આનંદપુરા કંપાનો ડોકટર સાયબર ફ્રોડ બન્યો,શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપનાર ઝડપાયો
શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ શેર માર્કેટની ખોટી એપ્લીકેશનમાં ૩.૮.૮૦,૦૨૩/- (આઠ લાખ એસી હજાર ત્રેવીસ રૂપિયા નો સાઇબર ફ્રોડ કરનાર ગેંગના સભ્યને સાયબર ક્રાઇમ એ ઝડપી પાડયો
મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ અરવલ્લી-મોડાસા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ સાહેબ, અરવલ્લીનાઓએ સાયબર ક્રાઇમ અંતર્ગત ના ફ્રોડના ગુન્હાની પ્રવૃત્તિ ડામવા તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેક્ટ કરવા તેમજ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, જે અનુસંધાને મદદનિશ પોલીસ અધિક્ષક એસ.એસ.કેસવાલા સાહેબ મોડાસા વિભાગ, મોડાસા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.૨.નં.૧૧૧ ૮૮૦૧૪૨૪૦૦૦૩/૨૦૨૪ આઇ.પી.સી. ૧૮૬૦ ની કલમ ૪૦૬,૪૨૦ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ની કલમ-૬૬(ડી) મુજબ ગુન્હાના કામના ફરીયાદી વિજયકુમાર રમણભાઇ જાતે.પટેલ ઉ.વ.૪૨ ધંધો.ડોકટર રહે.ડી-૧૧.આનંદપુરા કંપા તા.મોડાસા જી.અરવલ્લીનાઓને શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઈ શેર માર્કેટની ખોટી એપ્લીકેશનમાં રૂ.૮,૮૦,૦૨૩/- નું રોકાણ કરાવી સાઇબર ફોડ કરેલ હોય, જે ગુન્હામાં સંકળાયેલ આરોપી સત્યનારાયણદાસ લક્ષ્મણદાસ બૈરાગી રહે. દલોદા રેલ તા. દલોદા જી. મંદસૌર રાજ્ય. મધ્યપ્રદેશ વાળાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા દલોદા મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડી અટક કરી ગુન્હો ડીટેક્ટ કરવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને સફળતા મળેલ છે…




