GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ જૂની શાક માર્કેટમાં દુકાન આગળ હરરાજી કરવાની ના પાડતા વેપારી પર હુમલો

 

Halvad:હળવદ જૂની શાક માર્કેટમાં દુકાન આગળ હરરાજી કરવાની ના પાડતા વેપારી પર હુમલો

 

શહેરના જૂની શાક માર્કેટ વિસ્તારમાં દુકાન પાસે હરરાજી કરવા બાબતે થયેલી બોલાચાલીમાં એક વેપારી અને તેમના સાથી પર પાઈપ વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



​મળતી માહિતી મુજબ, હળવદના સરા રોડ પર આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા અનીલભાઈ માણેકભાઈ પેઢા (ઉ.વ. ૫૫) એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદી અનીલભાઈની જૂની શાક માર્કેટમાં દુકાન આવેલી છે. આ દુકાન સામે આરોપી સુનીલ પ્રતાપભાઈ રબારી શાકભાજીની હરરાજી કરતો હતો. અનીલભાઈએ પોતાની દુકાન આગળ હરરાજી કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ​હુમલો અને ધમકી: આ અદાવતમાં આરોપી સુનીલ રબારી અને તેની સાથેના અન્ય ચાર અજાણ્યા શખ્સો અનીલભાઈની દુકાનમાં પ્રવેશ્યા હતા. ત્યાં તેમણે અનીલભાઈ તથા તેમના સાથી પુનીતને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડના પાઈપ વડે વેપારી પર હુમલો કરી માર માર્યો હતો.​હળવદ પોલીસે અનીલભાઈ પેઢાની ફરિયાદના આધારે આરોપી સુનીલ પ્રતાપભાઈ રબારી (રહે. જૂની મામલતદાર કચેરી સામે) અને અન્ય ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!