GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી શ્રીમતી એલ.કે. સંઘવી શાળા ખાતે POCSO, ગુડ ટચ-બેડ ટચ અને બાળલગ્ન નાબૂદી વિષયક જાગૃતિ સેમિનાર યોજાયો

 

MORBI મોરબી શ્રીમતી એલ.કે. સંઘવી શાળા ખાતે POCSO, ગુડ ટચ-બેડ ટચ અને બાળલગ્ન નાબૂદી વિષયક જાગૃતિ સેમિનાર યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના હેઠળ શ્રીમતી એલ. કે. સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે POCSO એક્ટ, ગુડ ટચ-બેડ ટચ (સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ) તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદા અંગે વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની બાળ અને મહિલા કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી, બાળ સુરક્ષાના ઉપાયો, સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વચ્ચેનો તફાવત તથા કાયદાકીય જોગવાઈઓ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં હતું.

શાળાના પ્રિન્સિપાલ દર્શનાબેન જાની અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આત્મસુરક્ષા અને જાગૃતિ કેળવી હતી.

Back to top button
error: Content is protected !!