WAKANER:વાંકાનેર પ્રા.આ.કેન્દ્ર કોઠી ના આયુષ્માન આરોગ્ય મંદિર. લીંબાળા સેન્ટર માં એન્ટી બાયોટિક અંગે નાટક દ્વારા ઉજવણી કરવામાં આવી

WAKANER:વાંકાનેર પ્રા.આ.કેન્દ્ર કોઠી ના આયુષ્માન આરોગ્ય મંદિર. લીંબાળા સેન્ટર માં એન્ટી બાયોટિક અંગે નાટક દ્વારા ઉજવણી કરવામાં આવી
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર કોઠી ના આયુષ્માન આરોગ્ય મંદિર લીંબાળા સેન્ટર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર ડૉ.એસ.યુ કડીવાર ના માર્ગદર્શન દ્વારા લાલપર ગામ માં આવેલ ફૈઝ નર્સિંગ સ્કુલ ખાતે “વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેર્નેશ વિક ” ની થીમ મુજબ ” આપણા વર્તમાનનું રક્ષણ કરો,આપણા ભવિષ્ય ને સુરક્ષિત કરો ” ની થીમ મુજબ ફૈઝ નર્સિંગ સ્કુલ માં એક નાટક દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં લોકો ને એન્ટી બાયોટિક દવા વિશે સમજાવ્યું.બેક્ટેરિયા એન્ટી બાયોટિક સામે પ્રતિ રોધક બની રહ્યા છે કારણ કે લોકો દ્વારા જરૂરી ન હોય ત્યાં પણ એન્ટી બાયોટિક લેવામાં આવે છે જે ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન માં જ મળે અને લેવી જોઈએ તેવું નાટક બજાવવામાં આવેલ છે
આ કાર્યક્રમ માં ફૈઝ નર્સિંગ સ્કુલ ના ટૂયુટર તેમજ પ્રિન્સિપાલ અને લીંબાળા સેન્ટર ના CHO હિના પરમાર,FHW અફસાના બાદી,MPHW મિતેશ સરવૈયા અને phc ના સુપરવાઇઝર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી








