વિજાપુર પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી નિમિત્તે પુસ્તક પ્રદર્શન અને સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાયા

વિજાપુર પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી નિમિત્તે પુસ્તક પ્રદર્શન અને સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૨૫ જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધા મા પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા સ્પર્ધકોનું ઇનામ વિતરણ ગ્રંથપાલ એમ.કે.મૌર્ય દ્વારા આપવા મા આવ્યું હતુ.અને સ્પર્ધા મા સફળ થનાર સ્પર્ધકો નુ સન્માન કરવામાં આવ્યું હતુ આ સ્પર્ધામાં યશ કુમાર રજનીકાંત પટેલે પ્રથમ ક્રમાંક અને વિશ્વજીત અશ્વિન સિંહ ચૌહાણ દ્રિતીય ક્રમ તેમજ વિપુલ સિંહ રણજીત સિંહ ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે છોકરીઓ મા કાપડીયા જીનલ બેને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેમાં નારી શક્તિના વિશેષ સન્માન રૂપે છોકરીઓમાં પ્રથમ આવનાર કાપડીયા જીનલ બેનનુ વિશેષ સન્માન કરી ઇનામ આપવામાં આવ્યું હતુ





