
તા.૨૧.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સહિત મહીસાગર જિલ્લાના વિવિધ પ્રોજેક્ટના જૂથ પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટના લોકાર્પણ કરાશે
જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા સહિત મહીસાગર જિલ્લાના અનેકો ગામોના લોકોને મળશે લાભ દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારનાર છે. જે દરમ્યાન વડાપ્રધાનશ્રીનાં વરદ હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર,સંતરામપુર સહિત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બનેલ પ્રોજેક્ટ જૂથ પાણી પુરવઠા યોજનાઓ જેવી કે, ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજના, નમનાર સુધારણા જૂથ પાઈ પુરવઠા યોજના, ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, ચારણગામ(ન) સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના જેવી યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના પાડોશી જિલ્લા એવા મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વીરપુર તેમજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ અનેકો ગામોને પીવાનું પાણી મળવાપાત્ર થશે.જેમાં ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજનાની વાત કરીએ તો, આ પ્રોજેક્ટ ૩૨.૮૪ કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ યોજના મારફત જુય્હ યોજના સાથે જોડાયેલા ન હોય તેવા ૧૧ ગામો, કડાણા ભાગ – ૨ જૂથ યોજનાના ૩૧ ગામો અને ભાણાસિમલ જૂથ યોજનાના ૧૬ ગામો એમ મળી કુલ ૫૮ ગામોના ૧ લાખ ૪૬ હજારથી વધુ લોકોને પીવાનું પુરતું પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે. જયારે ખેરોલી, નમનાર અને ચારણગામ(ન) સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૧૨૯.૬૪ ના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આ તમામ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૩૬ જેટલા ગામોને પીવાના પાણીની સુવિધા આપવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ નવીન ફિલ્ટર પ્લાન્ટ, ડી.આઈ./પી.વી.સી.પાઈપ લાઈન, આર.સી.સી. ભૂગર્ભ સંપો, આર.સી.સી.ની ઉંચી ટાંકીઓ, મુખ્ય તેમજ આંતરિક વિતરણ માટે પાઈપ લાઈન, કંપાઉંડ વોલ, પમ્પ હાઉસ, એપ્રોચ રોડ, જુદા-જુદા હેડ વર્કસ અને સબ હે.વ. તેમજ જુદા-જુદા ગામોએ પમ્પીંગ મશીનરી થકી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના પરિણામ સ્વરૂપ ૭૦ LPCD ને અપગ્રેડ કરી ૧૦૦ LCPD મુજબ મોટાભાગના શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે



