MORBI:મોરબી ચકચારી વજેપર સર્વે નં. ૬૦૨ કૌભાંડના આરોપી સાગર નવઘણભાઇ સાવધાર ના જામીન મંજૂર

MORBI:મોરબી ચકચારી વજેપર સર્વે નં. ૬૦૨ કૌભાંડ ના આરોપી સાગર નવઘણભાઇ સાવધાર ના જામીન મંજૂર
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વજેપર સર્વે નં. ૬૦૨ ના જમીન કૌભાંડની જમીન ના મૂળ માલિકે ફરિયાદ કરી હતી, જે ગુન્હા ના કામે આરોપી સાગર નવઘણભાઈ સાવધાર ની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ ની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ના ડીવાયએસપી અને તેમની ટીમ કરી રહી છે.આરોપી સાગર નવઘણભાઇ સાવધારની જામીન અરજી વકીલ શહેનાઝબેન ડી. સુમરા તથા એડવોકેટ સાવન ડી. મોઘરિયા મારફત ગુજરાત હાઈકોર્ટ માં મૂકવામાં આવી હતી. જેમાં આરોપી ના વકીલે કરેલ ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કર્યા છે.
જેમાં વિદ્વાન વકીલ શ્રી દ્વારા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટ રજૂ કરાયા હતા. જેમાં બંને પક્ષકારો ની દલીલ ના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના આરોપીના એડવોકેટ ની દલીલ માન્ય રાખી આરોપી ને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ.આરોપી તરફે ધારાશાસ્ત્રી શહેનાઝબેન ડી. સુમરા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી સાવન ડી. મોઘરિયા રોકાયા હતા.







