GUJARATKUTCHMANDAVI

અદાણી ફાઉ. અને મસ્કા ગ્રામ પંચાયત સાથે પર્યાવરણમિત્ર પ્રોજેક્ટ્સ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૦ નવેમ્બર : મસ્કા ગામને પર્યાવરણમિત્ર ગામ બનાવવાના મજબૂત પ્રયાસો: અદાણી ફાઉન્ડેશનનો આર્થિક સહયોગ અને પ્રોત્સાહન સાથે કચ્છ ના અન્ય ગામો ને પણ અપીલ માંડવી ના મસ્કા ગામે પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને પ્રોત્સાહન આપવા માટે અદાણી ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં મસ્કા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવી પયૉવરણ અને આરોગ્ય ને સુધારવા, સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા ઘરે ઘરે સૌરઊર્જાનો પહોંચાડવા, વરસાદી પાણીના સંચય માટે પાણીના ટાંકા બનાવવા અને બાયોગેસ પ્લાન્ટના ઉપયોગથી આરોગ્ય અને પયૉવરણ જાળવણીના પ્રોજેક્ટ્સને અમલમાં મુકવા માટેની ચર્ચા તથા ગ્રામજનો ને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વેપારીઓને કેન્દ્રમાં રાખીને પ્લાસ્ટિક મુક્ત ગામ અંગે જાગૃતિ લાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેથી તેઓ પર્યાવરણને અનુકૂળ આ પ્રોજેક્ટમાં સક્રિય સહભાગી બની શકે. વ્યાપારીઓ અને અન્ય ગ્રામજનોની સહભાગિતાથી આ પ્રોજેક્ટ્સને વધુ કાર્યક્ષમ બનાવવાની આશા સાથે આ પ્રયોગો દ્વારા અન્ય ગામોને પણ પર્યાવરણ સંરક્ષણના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.સરકાર દ્વારા આ પૈકીના પ્રોજેક્ટ્સમાં સબસિડી સહાય ઉપલબ્ધ હોવા સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનના સહયોગથી એવા ગ્રામજનો ને આર્થિક સહાય આપવામાં આવશે, જે પર્યાવરણ અનુકૂળ પ્રોજેક્ટ્સને સ્વીકારવા માટે સજ્જ છે. જેમકે સોલાર રૂફટોપ સ્થાપન, વરસાદી પાણી ના સંગ્રહ માટે ના ટાંકા બનાવવામાં, બાયોગેસ પ્લાન્ટ સ્થાપન માટે સરકારી સબસિડી ઉપરાંત અદાણી ફાઉન્ડેશન તરફથી આર્થિક સહાય આપવામાં આવશે, જેથી વધુ લોકો સુધી આ સુવિધાઓ પહોંચી શકે. આ કાર્યક્રમમાં સરપંચ શ્રી કિર્તીભાઇ ગોર સાથે અન્ય ગ્રામઅગ્રણીઓ તથા અદાણી ફાઉન્ડેશન ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પર્યાવરણને અનુકૂળ વિકાસ માટે એક નવી દિશામાં આગળ વધવાનો સંકલ્પ લીધો.

 

Back to top button
error: Content is protected !!